GUJARATKUTCHMANDAVI

લોરિયા ખાતે ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા.- 11 સપ્ટેમ્બર  : જી.સી. ઇ.આર. ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ તથા બી.આર.સી. ભુજ પ્રાયોજિત અને સી.આર.સી. લોરિયા આયોજિત લોરિયા સી.આર.સી.નો ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન લોરિયા ગૃપ શાળામાં યોજાયા હતા. રાજ્ય પ્રા.શિક્ષક સંઘના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજાએ દીપ પ્રગટાવી અને રીબીન કાપી કાર્યક્રમને ખૂલ્લા મૂક્યા હતા. ગરવી ગુજરાત ની થીમ આધારિત આ કલા ઉત્સવમાં ક્લસ્ટરની ૯ શાળાના ૨૮ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળકોમાં રહેલા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય, એમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે, આત્મ વિશ્વાસમાં વધારો થાય અને એમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાંથી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સુમરાસર કન્યા શાળાની વિદ્યાર્થિની કુ. જ્યોતિ મહેશ્વરી, બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નોખાણિયા શાળાની વિદ્યાર્થિની કુ. શ્રીયા છાંગા, સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઝુરા કુમાર શાળાના વિદ્યાર્થી વિજય ઓઢાણા જ્યારે સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સુમરાસર કુમાર શાળાના વિદ્યાર્થી સુલતાન શેખ વિજેતા બન્યા હતા. વિજેતા બાળકોને સી.આર.સી. તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર જ્યારે દાતા કુ. મિત્તલ પ્રવિણ ભદ્રા તરફથી પેડ અને બોલપેન આપી તથા ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો, પેન, પેન્સિલ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ બાળકો હવે આગામી સમયમાં તાલુકા કક્ષાએ યોજાનાર કલા ઉત્સવમાં લોરિયા સી.આર.સી.નું પ્રતિનિધિત્વ કરશે. તો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૫ વિભાગમાં ૯ શાળાના ૧૮ બાળકોએ ભાગ લીધો હતો.વિભાગ ૧ થી ૫ માં અનુક્રમે સુમરાસર કુમાર, નોખાણિયા, સુમરાસર કન્યા, લોરિયા અને જતવાંઢ શાળાએ મેદાન માર્યું હતું. કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના સૌ નિર્ણાયકો અને માર્ગદર્શક શિક્ષકોને પણ દાતા પ્રવિણ ભદ્રા તરફથી ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્ય પ્રતિનિધિ રાણાજી જાડેજા, જેતમાલજી જાડેજા, રાકેશ સોલંકી,દિલીપ પાંડવ, અલ્તાફ સમા , નિકુંજ ચૌધરી, રમેશ પ્રજાપતિ સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ચૈતન્યભાઈ આર્યએ જ્યારે આભાર વિધિ ગૃપ આચાર્ય રમિઝખાન પઠાણે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સી.આર.સી. કો ઓર્ડીનેટર પ્રદીપભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ લોરિયા ગૃપ અને પેટા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!