ડાંગ જિલ્લામાં ૬ જાન્યુઆરીથી તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનો ‘ખેલમહાકુંભ ૩.૦’ નો પ્રારંભ કરાયો..
MADAN VAISHNAVJanuary 6, 2025Last Updated: January 6, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ ‘ખેલમહાકુંભ ૩.૦’ નું તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. જે અન્વયે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર તમામ ખેલાડીઓને જણાવવાનું કે, તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૬/૦૧/૨૦૨૫ થી તા.૧૧/૦૧/૨૦૨૫ અને જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાનાર છે. જે સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ www.khelmahakumbh.gujarat.gov.in/calendar લીંક ઉપર મૂકવામાં આવેલ છે. જેથી ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉપરોક્ત વેબસાઈટ ખોલીને લીંક ઓપન કરી ડાંગ જિલ્લો સીલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ડાંગ જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. જે કાર્યક્રમના સમય પત્રક મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ ભાગ લેવાનો રહેશે. સ્પર્ધા સમય સવારે ૮;૦૦ કલાકે શરૂ થશે. જેથી ભાગ લેનાર તમામ ખેલાડીઓ/ટીમોએ સ્પર્ધા સ્થળે સમય સર પહોંચી જવાનું રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી,જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર સાપુતારા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.