દૂધરેજ IOCL ખાતે બોમ્બ એટેક અંગે મોકડ્રીલ યોજાઈ, એલસીબી, એસઓજી સહીતની પોલીસ ટીમ જોડાઈ

તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ આઈઓસીએલ પમ્પિંગ સ્ટેશન પર તાજેતરમાં બોમ્બ એટેકની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વિશાળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવેદનશીલ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને કટોકટીની સ્થિતિમાં વિવિધ સુરક્ષા તથા બચાવ દળોના સંકલન અને પ્રતિભાવ સમયને માપવાના હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન બોમ્બ મૂકાયાની કાલ્પનિક સૂચના મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પીઆઇ એચ એમ પુવાર, પીએસઆઇ ચુડાસમા અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા તેમની સાથે પીએસઆઇ એન એ રાયમા, પીએસઆઇ આર જે ગોહિલની આગેવાની હેઠળની એસઓજી પીઆઇ શીગરખીયા, એલસીબી અને પેરોલ ટીમ પણ જોડાયા હતા ત્યારે આ મોકડ્રીલમા સૌથી મહત્ત્વની ભૂમિકા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમ અને ડોગ ક્વોડ્સ દ્વારા ભજવવામાં આવી હતી જેમણે શંકાસ્પદ વસ્તુને શોધી કાઢવાની અને તેને નિષ્ક્રિય કરવાની કાર્યવાહીનું પ્રદર્શન કર્યું વધુમાં ક્વિક રિસ્પોન્સ ટીમ QRT ટ્રાફિક શાખા અને ફાયર બ્રિગેડ પણ કટોકટીમાં રાહત અને બચાવ કામગીરી માટે સક્રિય બન્યા હતા આ મોકડ્રીલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનોએ કુશળતા અને ત્વરિત પ્રતિભાવનું પ્રદર્શન કર્યું હતું.





