GUJARATHALOLPANCHMAHAL

હાલોલની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે પોલિંગ સ્ટાફ અને આસિસ્ટન્ટ ઝોનલ સ્ટાફને ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૩.૨૦૨૪

હાલોલ ની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરી કરનાર 520 જેટલા કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી હતી.400 જેટલા પોલિંગ સ્ટાફ તેમજ 120 આસિસ્ટન્ટ ઝોનલ તરીકે લોકસભા ચૂંટણી માં હાલોલ વિધાનસભા બેઠક વિસ્તાર માં કામગીરી કરનારા કર્મચારીઓ ને અત્રે તાલીમ આપવામાં આવી રહી છે. પોલિંગ સ્ટાફ તરીકે કામગીરી કરનારા મહિલા કર્મચારીઓ ને આવતી કાલે તાલીમ અપાવામાં આવનાર હોવાનું વહીવટી તંત્ર એ જણાવ્યું છે.લોકસભા ની ચૂંટણીઓ જાહેરાત બાદ જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ પોલિંગ સ્ટાફ તેમજ આસિસ્ટન્ટ ઝોનલ તરીકે ચૂંટણીમાં કામગીરી કરનારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.જિલ્લા ચૂંટણી અધિકારી પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા તમામ વિધાનસભા બેઠકોમાં ફરીને ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.હાલોલ સરકારી પોલીટેક્નિક કોલેજ ખાતે 400 પોલિંગ સ્ટાફ અને 120 આસિસ્ટન્ટ જોનલ સ્ટાફ ને તાલીમ આપવામાં આવી રહી છે.આજે જિલ્લા કલેક્ટરે સરકારી પોલીટેક્નિક કોલેજ પહોંચી 08 રૂમ માં ચાલી રહેલી તાલીમ ની સમીક્ષા કરી હતી. ચૂંટણી કામગીરીમાં જોડાયેલી મહિલા પોલીસ સ્ટાફને આવતીકાલે તાલીમ આપવામાં આવશે.આજે પુરુષ પોલિંગ સ્ટાફ અને આશી.ઝોનલ સ્ટાફ ને તાલીમ આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!