ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ, વન વિભાગ દ્વારા ૫૩ જેટલા રોપાઓનું વિતરણ કરાયું.

તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ, વન વિભાગ દ્વારા ૫૩ જેટલા રોપાઓનું વિતરણ કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સજ્જનપુર ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ કાર્યક્રમમાં સજજનપુર, નરાળી, એજાર, કુડા, કોપરણી, નિમકનગર, વિરેન્દ્રગઢ, વાવડી, ઇસદ્રા, માલવણ, સતાપર, રાજપર, કંકાવટી, જસમતપુર, પીપળા, ચુલી, જીવા, જેસડા, વાઘગઢ, ગોપાલગઢ, સોલડી, બાઇસબગઢ, જુના ઘનશ્યામગઢ એમ કુલ ૨૩ ગામના લોકોએ લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી ૫૪૨ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૨૭ અરજી, મિલકત આકારણીના ઉતારા માટે ૩૧૩ અરજી, પી.એમ.જે.વાય. કાર્ડ માટે ૨૬ અરજી, રસીકરણ માટે ૯૯૫ સહીત જન્મ મરણ પ્રમાણપત્ર, મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૨૩૫૬ અરજીઓ મળી હતી પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યું હતું તેમજ વન વિભાગ દ્વારા ૫૩ જેટલા રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે, રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર સત્વરે નિરાકરણ આવી રહ્યું છે લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.





