શ્રી ગોવર્ધનનાથજી હવેલીમા પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી પ્રભુ નો ૫૧૦ મો પ્રાગટય દિવસ ધામધૂમ પૂર્વક મનાવ્યો.

તારીખ ૨૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મંગળવાર ના રોજ બહોળી સંખ્યા માં કાલોલ ના બાળકો યુવાનો તથા સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા શ્રીમદ પ્રભુ ચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી નો પ્રાગટય ઉત્સવ મનાવી ધન્યતા અનુભવી આ ઉત્સવ ના ઉપલક્ષ મા પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી એવમ પ.પુ. પા. ગો. શ્રી દ્વાવારકેશલાલજી મહોદયશ્રી ધ્વારા સમસ્ત વલ્લભીય વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ પાઠવી હતી.કાયૅક્રમ મા સવારે શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રીના પલના – નંદ મહોત્સવ ના દર્શન સવારે ૧૧=૩૦ કલાકે થયા હતા જેમા સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન નો અલૌકીક લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.જેમા આ વર્ષે “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના તમામ બાળકોએ દર્શન નો અલૌકીક લાભ લઈ આનંદીત થયા હતા.આ અલૌકીક દિવસ ના ઉપલક્ષય માં સાજે ચાર કલાકે સમસ્ત વૈષ્ણવ સમાજ ના પાઠ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં રાખવામા આવ્યા હતા. ત્યારબાદ હવેલી માંથી શ્રીમદ પ્રભુ ચરણ શ્રી ગુસાંઈજી પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જેમા સમગ્ર વૈષ્ણવ સમાજ ધ્વારા આનંદ લુટવામા આવ્યો હતો જેમા વિશેષ “પુષ્ટિ સંસ્કાર એકેડમી”ના બાળકોએ પણ આનંદ ઉઠાવ્યો હતો,દરેક બાળકો પીળા વસ્ત્રો પહેરી જોડાયા હતા જે શોભાયાત્રા મા આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા.તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ધ્વારા રાસ ની ભવ્ય રમઝટ જમાવી હતી.શોભાયાત્રા આવ્યા બાદ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં જલેબી મનોરથ ના અલૌકિક દર્શન નો લાભ કાલોલ ના સમસ્ત સમાજ ના લોકો એ લીધો હતો. સાંજના સુમારે દશાલાડ જ્ઞાતી સ્મસ્ત માટે મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.






