અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં ત્રીજીવાર અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઇ પટેલ ની બિનહરીફ વરણી
અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને મંત્રી ના હોદ્દા માટે આજે પ્રાંત અને ચૂંટણી અધિકારી ડૉ વિશાલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઇ પટેલ , ઉપાધ્યક્ષ તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને મંત્રી તરીકે જગદીશભાઈ શામજીભાઈ પટેલ બિન હરીફ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લો બન્યો ત્યાર બાદ થી સતત ત્રીજીવાર અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઇ પટેલ ચૂંટાતા આવ્યા છે ત્યારે આ પ્રસન્ગે તેઓએ પણ ભારતીય જાણતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પદાધિકારીઓનો મેન્ડેટ આપવા બદલ આભાર વ્યક્ત કરી સંઘ વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો