DAHODGUJARAT

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજનાના કામોમાં ભ્રસ્ટાચાર થકી સરકારી તીજોરીનું કરોડોનો નુકસાન.ભ્રસ્ટાચારીઓ પોલિસના સીકંજામાં

તા.૨૬.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજનાના કામોમાં ભ્રસ્ટાચાર થકી સરકારી તીજોરીનું કરોડોનો નુકસાન.ભ્રસ્ટાચારીઓ પોલિસના સીકંજામાં

દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં કેટલાક સરકારી અધિકારીઓએ બિનપાત્રતા ધરાવતી કેટલીયે એજન્સીઓને કરોડોની લ્હાણી કર્યાની કેટલાક જાગૃત નાગરિકો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂઆત કરવામાં આવતા, તે રજૂઆતોને આધારે જિલ્લા વિકાસ અધિકારીએ પોતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકને આ બાબતની તપાસ આપી હતી. ‌. જે તપાસના વચગાળા અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે, દેવગઢ બારીયાના કુવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઇ ગામમાં મનરેગાના જે કામો થયા છે, તે પૈકીના કામો જે થવા જોઈએ તેના કરતાં અધૂરા કે અપૂરતા થયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાઈ આવ્યું હતું કે, જે ટેન્ડર પ્રક્રિયામાં એલ વન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે, તેના સિવાય અન્ય લોકોને પણ ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા, આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જે ફરિયાદને અનુસંધાને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા તપાસ કરાતા ગ્રામ રોજગાર સેવક તથા એકાઉન્ટન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા પોતાની ફરજ બરાબર બજાવી ન હોય અને અધૂરા કામો હોવા છતાં કમ્પ્લીસન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી ઉપર બિલો મોકલી બિલોને મંજૂર કરાવવામાં મદદગારી કરી હોઈ આ અન્વયે દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ પાસે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડીસીજનલ કી થી તેને મંજૂર કરવાની તેમની જવાબદારી હતી. અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકાઓમાં જ થયેલી હતી. આ બંનેની એલ વન એજન્સીને ચૂકવણુ કર્યાનું તથા અધૂરા કામોના બીલો મંજૂર કર્યાનું જણાઈ આવતા આ બંનેની તેમાં સંડોવણી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવતા દાહોદ પોલીસ તે બંનેની અટક કરી છે. અને ફુલસિંગ બારીયા તથા મંગાભાઈ ભાવસિંગ પટેલીયા કે જેઓ આ ગામોમાં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવે છે.જેઓએ જે કામ થવું જોઈએ તે કામ ન થયું હોવા છતાં તેવા કામને પ્રોપર મંજૂરી આપી તેમના રજીસ્ટરમાં નોંધો કરી અને બિલો બનાવી ઉપર મોકલી આપી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોવાનું તપાસમાં સ્પષ્ટપણે જણાઈ આવતા તેઓ બંનેની પણ દાહોદ પોલીસે અટક કરી છે. આમ દાહોદ પોલીસે મનરેગાના કરોડોના કૌભાંડમાં પ્રાથમિક તબક્કે કરાયેલી તપાસ બાદ કુલ ચાર જેટલા સરકારી કર્મચારીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની પ્રક્રિયા ચાલુ રાખી છે. પોલીસની તપાસમાં એલ વન એજન્સી સિવાયની અલગ અલગ ૩૫ જેટલી એજન્સીઓને નાના મોટા કામોમાં આશરે ૭૧ કરોડ જેટલી રકમનું ચૂકવણું કર્યુ હોવાનું પણ બહાર આવ્યું છે. મનરેગાના કરોડોના આ કૌભાંડની પ્રાથમિક તબક્કાની પોલીસ તપાસમાં હાલ તો ચાર જેટલા સરકારી કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે. અને તેમની ધરપકડ કરાઈ છે. પોલીસની આગળની વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની તેમજ મોટા અધિકારીઓ તેમજ કેટલાક મોટા માથાની સંડોવણી બહાર આવવાનું જિલ્લા પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.l

Back to top button
error: Content is protected !!