GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત વૃંદાવન પાર્ક સોસાયટીમા બોલેરો ગાડી ને આગ ચાંપવાની ધટના સીસીટીવી કેમેરામાં કેદ

 

તારીખ ૨૯/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની વૃંદાવન પાર્ક ૨ સોસાયટીમાં શુક્રવારે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે ચાર ઈસમો મોઢું ઢાંકીને મોટરસાયકલ ઉપર પ્રવેશ કરે છે અને જોગીન્દરસિંહ દુધાની ના ઘર આંગણે પાર્ક કરેલી બોલેરો ગાડી ને પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગે છે.સમગ્ર ઘટના જોગીન્દરસિંહના ધરે લાગેલા સીસીટીવી કેમેરામાં અને અન્ય એક સીસીટીવી કેમેરામાં ક્લિક થઈ જાય છે.સમગ્ર બાબતે જોગીન્દરસિહ દૂધાની એ કાલોલ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી હાલોલના પાવાગઢ રોડ જાંબુવાડી ના બે ઈસમો અને ભાદરવા ના બે ઈસમો સામે અંગત અદાવત રાખીને આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરતા પોલીસે સીસીટીવી આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પાવાગઢ ના બે સરદારજી એ થોડાક સમય પહેલા તાલુકા પંચાયત કચેરી પાસે ચાની લારી પર જોગીન્દરસિહ ઉપર હુમલો કર્યો હતો જે અંગેનો કેસ પાછો ખેંચી લેવા આ લોકો અવારનવાર પોતાને ધમકીઓ આપતા હોવાથી તથા સીસીટીવી મા દેખાતા ઈસમો આજ લોકો હોવાનો આક્ષેપ કરી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરતા પોલીસે આક્ષેપીત બે ઈસમો ને બોલાવી પુછપરછ કરી છે અને વધુ બે ઈસમો ને બોલાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.પોલીસે ફરીયાદ નોંધાતા પૂર્વ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે અને પુરાવા મળ્યે થી ફરીયાદ દાખલ કરવામાં આવશે તે વિગતો જાણવા મળેલ છે. ત્યારે ઘર આંગણે મુકેલ ગાડી ને પેટ્રોલ છાંટી સળગાવવાની અત્યંત ગંભીર ધટના બાદ પોતાને જીવનું જોખમ હોઈ આ બાબતે નક્કર કાર્યવાહી થાય તેવી ફરીયાદી જોગીન્દરસિંહ ની માંગ છે.

Back to top button
error: Content is protected !!