BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના વણસોલ નગરે નવનિર્માણ જિનાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

11 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભક્તિયોગાચાયૅ શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા., શ્રી રાજપુણ્યસૂરીશ્વરજી મ.સા. શ્રીભાગ્યેશવિજયસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વણસોલ નગરે , જૈન સંઘ દ્વારા નિમૉણ કરવામાં આવેલ નુતન જિનાલય માં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા તથા નૂતન મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુ આદિ જિનબિંબોની પ્રભુ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવાર સંપન્ન થયો.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં પ્રભુ પ્રવેશ, રથયાત્રા, સામૈયું, સ્નાત્ર પૂજા, નવગૃહ,દશદિકપાલ, અષ્ટ મંગલ પાટલા પૂજન
કુંભ સ્થાપના, દિપક સ્થાપના, જવારારોપણ, ભગવાન નો વરઘોડો, અઢાર અભિષેક, સાધર્મિક ભક્તિ, પ્રવચન, ભક્તિ ભાવના, પ્રભુજીની પ્રતિષ્ઠા, વગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કાળીદાસ ત્રિભોવનદાસ શાહ પરિવાર તથા વણસોલ જૈન સંઘ દ્વારા સંપન્ન કરવા માં આવ્યા. વિશેષમાં વણસોલ ગામ ના અગ્રણીઓએ જીનાલય નિર્માણ કાર્ય માં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!