GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પ્રતાપેશ્વર મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વોટર વિસ્તારમાં આવેલ પ્રતાપેશ્વર મહાદેવજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ પરિવાર દ્વારા અવનવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ લાઈન વિસ્તારમાં આવેલા પ્રતાપેશ્ર્વર મહાદેવજીના મંદિરે ગઈ કાલે સાંજે ભવ્ય શોભા યાત્રા યોજવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા જોડાયા હતા અને સમગ્ર સુરેન્દ્રનગર પોલીસ લાઈન વિસ્તારનો પોલીસ સ્ટાફ અને તેમના પરિવારજનો પણ ભવ્ય શોભા યાત્રામાં જોડાયા હતા ત્યારે શ્રાવણ મહિનામાં પ્રતાપેશ્વર મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ થયો છે ત્યારે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ સુરેન્દ્રનગરના ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરના આનંદ ભવન ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો પ્રતાપેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સતત બીજા દિવસે પણ સુરેન્દ્રનગરમાં છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પટાંગણમાં યજ્ઞ અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ પરિવાર અને પોલીસ અધિકારીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં જોડાયા છે પ્રતાપેશ્વર મહાદેવજીના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે ત્યારે રાજભા ગઢવી તેમજ અન્ય કલાકારો દ્વારા હાજર મહેમાનોને મહાદેવજીનો મહિમા સંભળાવી અને મોજ કરાવી દીધી હતી.

Back to top button
error: Content is protected !!