ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી | મેઘરજના ઇસરી ગામે યુરિયા ખાતર ખાઈ જતા ૧૫ થી વધુ ઘેટા-બકરાના મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ – 

સમાચાર લેખ

અરવલ્લી | મેઘરજના ઇસરી ગામે યુરિયા ખાતર ખાઈ જતા ૧૫ થી વધુ ઘેટા-બકરાના મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ –

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામે ચરાણ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં યુરિયા ખાતર ખાઈ જતા ૧૫ થી વધુ ઘેટા-બકરાના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તારણ મુજબ ખેતરમાં ચારો ચરતા સમયે  યુરિયા ખાતર ની અસરથી ઘેટાંનું મોત થયા નું અનુમાન કરવામાં આવ્યું છે

મળતી માહિતી મુજબ આશરે 500 થી વધુ ઘેટા-બકરાનું ટોળું ચરાવવા લઈ જવાયું હતું. આ દરમિયાન કેટલાક પશુઓએ ખાતર ખાઈ લીધું, જેના કારણે તેમની તબિયત અચાનક બગડી અને થોડા સમયગાળામાં મોત નિપજ્યાં. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પશુચિકિત્સકને બોલાવવામાં આવ્યા હતા.પશુ ડોક્ટરે સમયસર સારવાર આપતા અન્ય ઘેટા-બકરાઓને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાને લઈ પશુપાલકોમાં શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ પશુઓ ની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!