થરા નગરે પ્રેમરત્ન પરિવાર દ્વારા ગૌમૈયા માટે સિમેન્ટની ચાટો ફ્રીમાં વિતરણ કરાઈ.
ગૌસેવા કરવાથી જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે-પૂજય નયશેખર મહારાજ સાહેબ......

થરા નગરે પ્રેમરત્ન પરિવાર દ્વારા ગૌમૈયા માટે સિમેન્ટની ચાટો ફ્રીમાં વિતરણ કરાઈ.
————————————–
ગૌસેવા કરવાથી જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે-પૂજય નયશેખર મહારાજ સાહેબ……
————————————–
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ગામે અતિ ગરમીના સમયમાં અબોલ જીવો માટે એક સુંદર કાર્ય પ્રેમરત્ન માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ એવમ પ્રેમરત્ન પરિવાર દ્વારા જીવદયા નું ઉત્તમ કાર્ય કરવામાં આવેલ. આ કાર્યમાં માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ જીવદયા નું કાર્ય કરવામાં આવેલ.આ ઉત્તમ કાર્યમાં થરાના જૈન શ્રેષ્ટીવર્ય સંજયભાઈ શાહના પુત્ર દેવ,દક્ષ,રોહિત અને સમર શાહે આ કાર્યમાં જોડાઈને ગવતરીઓ માટે પાણી માટે ચાટો વિતરણ કરેલ. ગવતરીઓ માટે માટે આ સિમેન્ટની ચાટનો લાભ ગુરૂભક્તો એ ઉદાર દિલે લીધેલ.આવા અતિ ઉત્તમ જીવદયાના પ્રસંગે પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે ઉદબોધન આપતા જણાવેલ કે ગૌસેવા આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું પવિત્ર કાર્ય માનવામાં આવે છે.ગાયોને ચારો,પાણી અને આરામ સાથે યોગ્ય પોષણ મળે તે માટે સિમેન્ટની ચાટ (ચારો-પાણી માટેની મજબૂત ચાટ) બનાવવી એ પણ એક ઉત્તમ જીવદયા સેવા છે.સિમેન્ટની ચાટ લાંબા સમય સુધી ટકાઉ રહે છે અને ગાયો માટે સ્વચ્છ રીતે પાણી અથવા ભોજન રાખવામાં ખૂબ ઉપયોગી બને છે.રસ્તામા રખડતી ગાયો હોય કે ગૌ શાળાની ગાયો તેમને એક સ્થળે સ્વચ્છ પાણી અને ચારો મળે તો અનેક ગાયો ભૂખ અને તરસથી બચી શકે છે.ખાસ કરીને ઉનાળામાં સિમેન્ટની ચાટ ગાયો માટે આશીર્વાદ સમાન બને છે. જે વ્યક્તિ ગાયો માટે સિમેન્ટની ચાટ બનાવે છે અથવા તેનું દાન કરે છે,તે ગૌમાતાની સેવા દ્વારા અનંત પુણ્યનો ભાગીદાર બને છે.ગૌસેવા કરવાથી જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે.ગૌમાતાને પાણી અને ચારો આપવો એ સૌથી મોટી માનવતા અને જીવદયા છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



