BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારી.

સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોંધ ગામની ITI કોલેજ ખાતે બનાવાયેલા EVM સ્ટ્રોંગરૂમ અને રીસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટરની ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૫ ફેબ્રુઆરી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોંધ ગામની ITI કોલેજ ખાતે બનાવાયેલા EVM સ્ટ્રોંગરૂમ અને રીસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટરની ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.કચ્છ જિલ્લા કલેક્ટર તથા ભચાઉ SDM અને ડીવાયએસપી સાગર સાંબડા દ્વારા સ્થળ પર જઈને ચૂંટણી પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી. તેઓએ સુરક્ષા વ્યવસ્થાઓ અને લોકશાહી ચૂંટણી પ્રક્રિયાની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું.આ દરમિયાન, EVM સ્ટ્રોંગરૂમમાં સિક્યોરિટી વ્યવસ્થાની તપાસ કરવામાં આવી તેમજ મતદાન કેન્દ્રો સુધી EVM મશીનોના સુરક્ષિત પરિવહન અંગે પણ ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કરી, સમીક્ષા બેઠક યોજી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

Back to top button
error: Content is protected !!