
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ
અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મેઘરજ ખાતે ઉજવણી કરવામાં આવશે,આજે પી.સી. એન હાઈસ્કુલ ,મેઘરજ ખાતે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પી.સી. એન હાઈસ્કુલ, મેઘરજ ખાતે રિહર્સલ કરવામાં આવ્યુ.જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.વી.મકવાણા દ્વારા જરૂરી સૂચનો આપીને સુચારુ રૂપે આયોજન થાય તેવી ચર્ચા કરવામાં આવી.પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી મેઘરજ તાલુકા ખાતે થવાની છે. જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી. અરવલ્લી જિલ્લાવાસીઓ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના મેઘરજ ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે.





