PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના રેણા ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન દ્વારા છંટકાવ અંગે નિદર્શન યોજાયું

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

ખેતીમાં થતાં રાસાયણિક ખાતરના વધારે પડતાં ખર્ચને ઘટાડવા

માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તા.૦૧ ઓગસ્ટના રોજ શહેરા તાલુકાના રેણા ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન દ્વારા છંટકાવ અંગે નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના વપરાશનું મહત્વ અને તેનો ડ્રોન ધ્વારા છંટકાવ અંગે પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સરકારશ્રીની ચાલતી આ યોજનાનો ખેડૂતો વધુમાં વધુ લાભ લે તે અંગે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી બી. એમ. બારીયા,વિસ્તરણ અધિકારી (ખેતી),શહેરા,સેજાના ગ્રામસેવકશ્રી ચિરાગભાઇ મુનીયા,ઇફકો કંપનીના આદિલભાઇ તેમજ તેમની ટીમ તેમજ રેણા ગામ તથા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ખેડુતોએ હાજર રહી ડ્રોનથી છંટકાવનુ પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યુ હતુ.

 

આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક,પેટા વિભાગ,ગોધરા  એમ.કે.ડાભીએ જણાવ્યું કે, હાલમાં આઇ-ખેડુત પોર્ટલ પર ડ્રોન ધ્વારા છંટકાવની અરજી માટે પોર્ટલ ખુલ્લુ હોઇ વધુમાં વધુ ખેડુતો ધ્વારા ઓનલાઇન અરજી કરી લાભ લે તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.

***

Back to top button
error: Content is protected !!