રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું જૂનાગઢ જિલ્લાના સાસણ નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાસણ ગીરની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિશ્રીને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી સંજીવકુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત સરકારે આદિવાસી લોકોના કલ્યાણ માટે વિવિધ પહેલ શરૂ કરી છે.તેમણે બધાને વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા અને તેનો લાભ લેવા ઉપરાંત તેમના ગામ અને સમુદાયના લોકોને તે યોજનાઓ સાથે જોડવા માટે પણ વિનંતી કરી હતી.રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયની પ્રકૃતિ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા આદિવાસી ભાઈ-બહેનોની સક્રિય ભાગીદારીથી, આપણે એવા સમાજ અને દેશનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ જ્યાં સમાનતા, ન્યાય અને આદરનું વાતાવરણ હોય, જ્યાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ સચવાય અને આપણા આદિવાસી ભાઈ-બહેનોના અધિકારોનું રક્ષણ થાય. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ મહત્વપૂર્ણ છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ