CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ મુલાકાત લીધી હતી.

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલા ખાતે મંગળવારે સાંજે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ તેમની ટીમ સાથે ઉડતી મુલાકાત લીધી હતી ચોટીલા ખાતે હિંન્દુ પરિષદનાં સ્થાનિક હોદ્દેદારો અને ગૌરક્ષક દ્વારા તેમનું સ્વાગત સન્માન કરેલ હતુ તેમજ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવેલ હતી જેમા આગામી સમયમાં ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર અંગે ચર્ચા વિચારણા કરેલ હતી તેમજ સ્વર્ગસ્થ ગૌરક્ષક રાજુભાઇનાં પરિવાર દ્વારા શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું થાનરોડ ખાતે આવેલ ગૌરક્ષક સ્વ. રાજુભાઇ ખાચરનાં સ્ટેચ્યુંને પૂષ્પાજલી અર્પણ કરીને ચામુંડા તળેટી મંદિર ખાતે દર્શન કરી માતાજીને શિષ નમાવી ડુંગર મંદિર મહંતનાં આશિર્વાદ લીધા હતા મુલાકત પ્રસંગે રૂપાલાની ટીપ્પણી બાદ સર્જાયેલ વિવાદ અંગે પુછતા જણાવ્યું હતું કે દેશમાં એવી માતાઓ હતી જેમણે પતિને યુધ્ધમાં મોકલતી વખતે માથું કાપી આપ્યું હોય, દિકારા અને પતિને તિલક કરી આરતી ઉતારી યુધ્ધમાં લડવા, મરવા મોકલ્યા એટલે આજે આપણે હિન્દુ તરીકે જીવતા છીએ, દરેક જાતીએ યુધ્ધમાં ભાગ લઈ બલીદાનો આપ્યા છે જેમા સૌથી મોટુ નેતૃત્વ ક્ષત્રિય સમાજનું હતું કારણ કે ધર્મે એમણે ધર્મ રક્ષા કરવાના આદેશ અને સંસ્કારો આપ્યાં હતા એટલે ધર્મની રક્ષા માટેનું આવડું મોટુ બલિદાન સ્વીકારવું જોઈએ આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ અને શાંત કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!