અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા : રાહુલ ગાંધીના અરવલ્લીના કાર્યક્રમને લઈ પ્રેસકોન્ફરન્સ યોજાઈ, મોડાસામાં તડામાર તૈયારીઓ હાથ ધરાઈ
આગામી 15 અને 16 તારીખના રોજ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે જેમા 16 તારીખે અરવલ્લી જીલ્લામાં મોડાસા ખાતે રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. કાર્યક્રમ ને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કાર્યક્રમની વાત કરવામાં આવે તો જિલ્લા કોંગ્રસ પ્રમુખના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લા 16 તારીખે બુધવારના રોજ બુથના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી સંમેલન યોજશે ખાસ કરીને બુથ લેવલ કામગીરીને લઈ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બુથ લેવલની કામગીરી માટે કાર્યકર્તાઓ સાથે વિવિધ ચર્ચાઓ કરશે.અરવલ્લી જિલ્લામાં 1200 થી વધુ બુથ કાર્યકર્તાઓને કામગીરીથી માહિતગાર કરશે તેમ જણાવ્યું હતું મહત્વનું એ છે કે સમગ્ર દેશમાં કોંગ્રેસના બુથ લેવલના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ અરવલ્લી જિલ્લામાંથી કરાવશે ત્યારે કાર્યકર્તાઓમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડાસા ખાતે કોંગ્રેસના નેતાના આગમન પહેલા હાલ તો તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે