JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં વાઇલ્ડ લાઇફ વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઊજવણી કરાઈ

વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સિંહ ફોટો પ્રદર્શન પોસ્ટર પ્રદર્શન અને શોર્ટ ફિલ્મ હરીફાઈ યોજાઈ

૦૦૦૦૦

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇલ્ડ લાઇફ અને લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આજે ફોટો પ્રદર્શન, પોસ્ટર પ્રદર્શન યોજી સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ શોર્ટ ફિલ્મ હરીફાઈમા પણ ભાગ લીધો હતો.

કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ સિંહના વિચરણ, સિંહની હેબિટ અને સિંહના આરોગ્ય, સંસ્કૃતિમા સિંહ ઉપર વાત કરતાં જણાવ્યું હતું કે આજે સિંહ માત્ર ગીર કે ગિરનાર નહીં પણ ભાવનગર અને બરડાના વિસ્તાર સુધી પોતાનો વિસ્તાર વ્યાપધારી ચૂક્યો છે. ત્યારે તેના જીવનમાં પણ ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે, સિંહ એની હેબિટ, માનવ સાથેનો સંબંધ અને સિંહના વિચરણ અને આરોગ્યના આઈમોમાં બદલાવો બાબતે સિંહ જીવનમાં સંશોધનાત્મક બાબતો બની છે.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સ્ટડિઝ દ્વારા અનેકવિધ એન્વાયરમેટલી અભ્યાસક્રમો સાથે વિદ્યાર્થીઓનું અભ્યાસ સંધાન કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસમાં જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી ક્ષેત્ર પ્રવાસનનું હબ બનવા જઈ રહ્યુ છે, ત્યારે એસેટીકસિંહની લાઈફ સ્ટાઈલ અને ગીરમાં તેમનું વિચરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે. ગીરનો સિંહ સૌરાષ્ટ્રની રોજગારી અને પ્રવાસનને વેગ પૂરો પાડી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આ અભ્યાસનું નવું આયામ વિસ્તરે તે દિશામાં યુનિવર્સિટી પગલા લઈ રહી છે.

કાર્યક્રમના પ્રારંભે લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. (ડો.)સુહાસ વ્યાસે અતિથિઓને આવકારી કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. વાઇલ્ડ લાઇફ વિભાગ સાથે સંકળાયેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીજ વિભાગના ડો. નિશિત ધારૈયાએ સિંહ દિવસની ઉજવણીની વિગતો રજૂ કરી સિંહ સંવર્ધન અને સિંહની જીવનશૈલીઓ પર સંશોધનાત્મક વિષયો રજૂ કર્યા હતા.કાર્યક્રમમાં ધીરુભાઈ, ગિરીશભાઈ કાંજાણી, સી એલ કોલેજના પ્રિન્સિપાલ ડો. મગનભાઈ ત્રાડા, યુનિવર્સિટી સંલગ્ન ડિપાર્ટમેન્ટના વિભાગીય વડાઓ સિંહ પ્રેમી અગ્રણીઓ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી માં સ્કોલર સંશોધક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રા.જતીન રાવળે કર્યું હતું. ફોટો પ્રદર્શન, પોસ્ટર પ્રદર્શન અને શોર્ટ ફિલ્મ સ્પર્ધામા ભાગ લેનાર તેજસ્વી સ્પર્ધકોને મહાનુભાવના હસ્તે શીલ્ડ- પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!