GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ની પીલવાની મુવાડી પ્રાથમિક શાળા તેમજ દેલોલ સીઆરસી નું ગૌરવ.

તારીખ ૧૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા નજીકના પીલવાની મુવાડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ગોહિલ કીર્તિ સંજયભાઈ ગત વર્ષે ધોરણ પાંચ મા જવાહર નવોદયની પરીક્ષા આપેલ હતી.જેમાં તે મેરીટમા આવતા તેઓ આજરોજ વેજલપુર જવાહર નવોદયમાં પ્રવેશ લેતાં શાળા પરિવાર ખુશીની લાગણી અનુભવે છે.અને કીર્તિને શાળાના તમામ શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળવો એ ખૂબ જ ભાગ્યની અને મહેનતની વાત છે.જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ મળતાં જ શિક્ષણના દ્વાર ખુલી જતા હોય છે.એમાંય દીકરીને આ ક્ષેત્રમાં પ્રવેશ મળવો એ ખૂબ જ ખુશી ની વાત છે.દીકરી શિક્ષણમાં આગળ વધી સમગ્ર કાલોલ તાલુકાનું નામ રોશન કરે તેવી શાળાના આચાર્ય સહિત શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.






