GUJARATKUTCHMANDAVI

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની દ્રઢ રજૂઆતથી પ્રાથમિક શિક્ષકોનો પગાર ગ્રાન્ટ મેમો જાહેર, રાજ્યભરમાં રાહત.

રાજય સંગઠનની રજુઆતને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા સંગઠન દ્વારા આવકાર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ એપ્રિલ : ગુજરાત રાજ્યના અંદાજે ૧.૫ લાખ પ્રાથમિક શિક્ષકોનો માર્ચ પેઈડ ઈન એપ્રિલ માસનો પગાર ગ્રાન્ટ મેમો તા. ૯ એપ્રિલ ૨૦૨૬ સુધી જાહેર ન થતા રાજ્યભરમાં શિક્ષકોમાં ભારે ચિંતામાં મુકાયા હતા.સમયસર પગાર ન મળવાને કારણે શિક્ષકોને મકાન હપ્તા, વિવિધ લોન હપ્તા તેમજ અન્ય આર્થિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા તાત્કાલિક અને દ્રઢ રજૂઆત રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ કરવામાં આવી હતી. શૈક્ષિક મહાસંઘના જવાબદાર પદાધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી અને શિક્ષકોના પ્રશ્નની તાત્કાલિક અસરથી ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી હતી. રજૂઆત છે.મહાસંઘના દરમિયાન મહાસંઘે સ્પષ્ટપણે રજૂ કર્યું હતું કે શિક્ષકો શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેઓને સમયસર પગાર મળવો એ સરકારની પ્રાથમિક જવાબદારી પ્રયાસો,સંકલિત આયોજન અને મજબૂત રજૂઆતના પરિણામે રાજ્ય સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં જ પગાર ગ્રાન્ટ મેમો જાહેર કરવામાં આવ્યો.આ નિર્ણયથી રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોમાં આનંદ અને રાહતનો માહોલ સર્જાયો છે અને આગામી ૪ થી ૫ કાર્યદિવસમાં શિક્ષક મિત્રોના ખાતામાં પગાર જમા થઈ જશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ શિક્ષક હિતના દરેક પ્રશ્ન માટે નિષ્ઠાપૂર્વક લડત આપવાનું વિશ્વાસ આપે છે તેમજ તાત્કાલિક પગલા લેવા બદલ ગુજરાય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!