યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે રેડક્રોસના સહયોગથી પ્રાથમિક સારવાર તાલીમ યોજાઇ

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
યોઞાજલિ કેળવણી મંડળ સંચાલિત યોઞાજલિ વિદ્યાવિહાર ગણેશપુરા ખાતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં જાઞ્રુતિ, જાણકારી અને મદદની ભાવના વિકસે અને આપાતકાલીન સંજોગોમાં સક્રિયતાથી કાર્યરત થાય તેવા આશયથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સિદ્ધપુર શાખાના સહયોગથી પાટણ શાખામાંથી પધારેલ ફર્સ્ટ એઇડ ટ્રૈઇનર શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય સારવાર અંગે ની જરુરીયાત,સમયગાળો તથા અન્ય લેવાની કાળજી વિશે માર્ગદર્શન આપીને શરીરના અંગો, ફ્રેકચર માં સારવાર,સ્ટ્રૈચર નિર્માણ તથા CPR વિશે વિગતવાર પ્રાયોગિક રીતે સમજ આપી હતી આજની તાલીમમાં રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુર નાં અધ્યક્ષ શ્રી ડૉ.અજાણી સાહેબ દ્વારા પ્રાથમિક સારવાર અંગે નું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુર નાં મંત્રીશ્રી સુરેશભાઈ પંચાલ, શ્રીદિલીપભાઈ પુરોહિત, શ્રીભરતભાઈ મોદી, શ્રીમતી પ્રવિણાબેન રાવ અને યોઞાજલિ કેળવણી મંડળ નાં સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે તથા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા





