GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાનાં વાપી જીઆઈડીસી વિસ્તારથી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન પરમાર ગુમ થતાં ફરિયાદ નોંધાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી, જીઈબી કોલોની, એફ-3, ઈન્ડસ્ટ્રીયલ, પોસ્ટ ઓફિસની સામે રહેતી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન બિપીનભાઈ પરમાર તા.૧૧/૦૬/૨૦૨૫ના રોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ પ્રિયંકા પાતળો બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેઓ એમ.એસ.સી. નો અભ્યાસ કરે છે. તેમણે ગુલાબી કલરની ટી-શર્ટ, બ્લેક કલરનું લેગિંગ્સ અને ચપ્પલ પહેરેલા હતા. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને પણ આ યુવતીની ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!