
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અધ્યાપક એ શાળામા ગણવેશ ગ્લુકો બિસ્કીટ્સ છોડ નુ વિતરણ કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા અરવલ્લી વિસ્તારના પ્રાથમિક વર્ગ શિક્ષિત શ્રીએમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક એક્સેલેન્ટ ડૉ.પ્રો.(ડૉ) મનોજ ગોંગીવાલાએ મેઘરજ નાથાવાસ બે અંતરિયાળ શાળામા વાલીઓની હાજરીમા ભણતર નું મહત્વ વિષય પ્રવચન આપી જરૂરિયાત વાળા બાળકો ને નિશુલ્ક ગણવેશ ગ્લુકો બિસ્કીટ્સ તેમજ છોડ નું વિતરણ કર્યું. શાળામા એસ.એમ.સી ના સભ્યો આચાર્ય તથા સ્ટાફ હજાર રહ્યા હતા.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે ચુમ્માલીસ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ, છોડની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કરી, અવિરત સેવારત છે.





