DAHODGUJARATSINGVAD

સીંગવડ તાલુકાની વનવાસી માધ્યમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ

તા.૦૯.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sigvad:સીંગવડ તાલુકાની વનવાસી માધ્યમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો – બેટી પઢાવો” અભિયાન અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદ દ્વારા “બેટી બચાવો – બેટી પઢાવો” અભિયાન અંતર્ગત સીંગવડ તાલુકાના વનવાસી માધ્યમિક શાળા, સરજુમી ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન મહત્વપૂર્ણ વિષયો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું: બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ– 2006, જાતીય ગુનાઓથી બાળકોથી રક્ષણ કાયદો (POCSO Act) – 2012, સાથે સાથે કચેરી અંતર્ગત ચાલતી વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ વિષે પણ શાળાના કુલ ૧૦૩ વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં મહિલા તથા બાળ સુરક્ષા સંબંધિત કાયદા અને યોજનાઓ અંગે મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી એ.જી. કુરેશી, ગામના ગ્રામજનો, શાળાના શિક્ષકવર્ગ, વિદ્યાર્થીઓ તથા કચેરી હસ્તકના DHEW, OSCના સ્ટાફ સક્રિય હાજરી આપી હતી

Back to top button
error: Content is protected !!