ધી પી.ડી.સી.બેંન્ક, હેડક્વાર્ટર, ગોધરા ખાતે નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
જિલ્લાની નવીન ૦૨ સહકારી મંડળીઓના રજીસ્ટ્રેશન, ચેક સહાય તથા લાભાર્થીઓને Rupay K.C.C.કાર્ડ, માઇક્રો એ.ટી.એમ. વિતરણ કરાયા*

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
***********
*પંચમહાલ, સોમવાર::*
દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનું ઉદ્દઘાટન કરાયું હતું. જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગોધરા પંચમહાલ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને પંચમહાલ ડેરીના સંયુક્ત ઉપક્રમે ધી પી.ડી.સી.બેંન્ક, હેડક્વાર્ટર,ગોધરા ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાની નવીન ૦ર સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, ચેક સહાય તથા લાભાર્થીઓને Rupay K.C.C. કાર્ડ, માઇક્રો એ.ટી.એમ. વિતરણ કરાયા હતા.
સહકારથી સમૃધ્ધિ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી પંચમહાલ જિલ્લાના સહકારી આગેવાનો અને લાભાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ સહકાર વિભાગને મજબૂત કરવા તથા સહકારથી સમૃદ્ધિ તરફ આગળ આવવા લોકોને અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ગ્રામ્ય લોકોના વિકાસને ધ્યાનમાં રાખીને અલગથી સહકાર મંત્રાલય ઊભું કર્યું છે. સહકારી સેવા મંડળીઓ થકી ૫૪ માંથી વિવિધ ૧૬ આયામોનો સ્વીકાર કર્યો છે જેથી સહકારી મંડળીઓના સહયોગથી ગ્રામ્ય ક્ષેત્રે લોકોને વિવિધ સેવાઓ મળી રહેશે.
આ મેગા ઇવેન્ટમાં ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, પી.ડી.સી. બેંન્કના સી.ઈ.ઓ., પંચમહાલ દૂધ ઉત્પાદક સહકારી સંઘના સી.જી.ઓ., દૂધ સંપાદન મેનેજરશ્રી, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના સી.ઇ.ઓ. સહિત જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું ગોધરાના જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
***********





