તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં ” સ્વસ્થ નારી સશક્ત પરિવાર ૨૦૨૫ અંતર્ગત વિવિધ સ્થળોએ યોજાયા કાર્યક્રમ
સરકારી કન્યા છાત્રાલય દાહોદ, ખાતે સરકારી આયુર્વેદ અને હોમીપાથીક દવાખાનું જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર ૨૦૨૫ અંતર્ગત કરાઇ ઉજવણીનિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી સુધીર જોશીના માર્ગદર્શન અને સહકારથી ૧૦મા આયુર્વેદ દિવસની ઉજવણી થીમ ” સ્વસ્થ નારી સશક્ત પરિવાર ૨૦૨૫ અંતર્ગત સરકારી કન્યા છાત્રાલય દાહોદ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમીપાથીક દવાખાનું જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા મહિલા સમાજમા સામાજિક, આર્થિક, સ્વાસ્થ્યની રીતે સ્વાનિર્ભ, સ્વાવલંબી બને તે પ્રોત્સાહન, માનસિક રીતે સ્વસ્થ બનવા માટેની સમજ, શારીરિક રીતે સ્વાથ્ય માટે પોષણની કક્કો, abcd, 30 દિવસ માટે સારી આદત અપનાવી વગેરે બાબત પર સમજ આપવામાં આવી હતી. કિશોરીનો આત્મવિશ્વાસ વધે તે સામાજિક રીતે આગળ વધે તે માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી સપ્તાહમા કરવામાં આવ્યું છે આયુર્વેદ મેડિકલ ઓફિસર દ્વારા સોશિઅલ મીડિયાનો ઓછો ઉપયોગ,આયુર્વેદ અને માનસિક સ્વાથ્ય માટે યોગની સમજ આપવામાં આવી હતી. હોમીઓપેથીક મેડિકલ ઓફિસર દ્વારા હોમીઓ પેથીની સમજ, કિશોરીમૅન્સ્ટ્રઅલ હાયજિન, કારકિર્દીમા આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સાથે આવતા સપ્તાહમા આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન ચિકત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું