BHUJGUJARATKUTCH

હાજીપીર-કરોળપીર મધ્‍યે યોજાનાર ઉર્ષમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ લઇ જવા પર મનાઇ હુકમ જાહેર કરાયો. 

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ

 

ભુજ, તા-23 એપ્રિલ  : આગામી તા.૨૭/૦૪/૨૦૨૪ થી તા.૨૯/૦૪/૨૦૨૪ દરમિયાન હાજીપીર મુકામે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા તા.૨૯/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી આમારા ગામ પાસે આવેલા કરોળપીર ખાતે ઉર્ષ મેળો યોજવામાં આવે છે. આ દરમિયાન દરરોજ મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે જેના કારણે પરિસરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્‍યનાં ધાર્મિક સ્‍થાનોની સુરક્ષા નજરે કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં નીચે મુજબની વસ્‍તુઓ લઇ જવાની મનાઇ ફરમાવવાનું જરૂરી જણાય છે. શ્રી અમિત અરોરા, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ,કચ્‍છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧) અન્‍વયે ફરમાવેલ છે કે તા.૨૫/૦૪/૨૦૨૪ના વહેલી સવારે ૬ કલાકથી તા.૩૦/૦૪/૨૦૨૪ના રાત્રિના ૨૪ કલાક સુધી હાજીપીર ખાતે આવેલી હાજીપીર દરગાહના સંકુલમાં તેમજ આમારા ગામ પાસે આવેલા કરોળપીરના પરીસરમાં પ્રસાદની વસ્‍તુ જેવી કે શ્રીફળ વિગેરે DFMD/HHMD/વ્‍યુઅર મશીનથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ ચેક કરી શકશે અને વાંધાજનક કે શંકાશીલ જણાશે તો લઇ જવાની પરવાનગ નહી.  આ હુકમ સરકારી નોકરી પર કામ કરતી વ્યકિત એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્‍યું હોય અથવા વસ્‍તુ લઇ જવાની ફરજ હોય અથવા અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અથવા સબ ડીવિઝનલ મેજિસ્‍ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્‍યકિત પર લાગુ પડશે નહી,આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામા ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક (૧) વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!