સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
હાય બી.પી.ના નવા કેસો શોધવા માટે ૩૦ વર્ષથી વધુ વયના લોકોનું સઘન સ્ક્રીનિંગ
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કુલ ૪૧ સ્થળો ખાતે ૮૪૧ કર્મચારીઓ અને કામદારોની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ
સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યાપી જાગૃતિ કાર્યક્રમ પર ભાર મૂક્યો હતો જેને અનુલક્ષીને રાજ્યભરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા – નિર્દેશ હેઠળ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત “વિશ્વ હાયપરટેન્શન દિવસની તા.૧૭ મે થી તા. ૧૬ જૂન સુધી માસિક ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વ હાયપરટેન્શન દિવસ’ ઉજવણીનાં ભાગરૂપે જિલ્લામાં આગામી એક માસ તા. ૧૭ મે થી તા. ૧૬ જુન સુધી સામુદાયિક સ્થળો તથા કાર્યસ્થળો જેમાં, જિલ્લાના વિવિધ એસ.ટી. મથકો, રેલ્વે સ્ટેશન, સરકારી કચેરીઓ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોના રીમોટ પ્લેસ, ફેક્ટરીઓ, શાળાઓ ખાતે સ્ક્રીનીંગ, કેમ્પો, રેલીઓ, સાયક્લોથોન, નુક્ક્ડ નાટકો, પપેટ શો, ક્વિઝ કોમ્પીટીશન, પબ્લિક લેકચર, યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ થકી જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવનાર છે સુરેન્દ્રનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં ૧) મેજિસ્ટ્રેટ કોર્ટ-ચુડા ૨) મામલતદાર કચેરી-મુળી ૩) તાલુકા પંચાયત, સાયલા ૪) MRS બેરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની લખતર ૫) જોલી એન્ટરપ્રાઇઝ કંપની,ચોટીલા ૬) તાલુકા પંચાયત-ધ્રાંગધ્રા ૭) એસ્ટલ સિરામીક-થાનગઢ ૮) DCW ફેક્ટરી- ધ્રાંગધ્રા ૯) ચેમ્પીયન ઈન્ડસ્ટ્રીઝ, GIDC-વઢવાણ ૧૦) કલ્યાણ ઈન્ડસ્ટ્રીઝ, GIDC-વઢવાણ ૧૧) પોલો પ્લસ ફેક્ટરી, લીંબડી ૧૨) રેલ્વે સ્ટેશન ધ્રાંગધ્રા ૧૩) સેનીપ્રો સિરામિક થાનગઢ ૧૪) રામક્રિષ્ના મીલ-ધ્રાંગધ્રા તેમજ શહેરી/ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્લમ રીમોટ વિસ્તારોના જુદા-જુદા કુલ ૪૧ જેટલા સ્થળો ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં અદાંજે કુલ ૮૪૧ જેટલા કર્મચારીઓ અને કામદારોના બી.પી. ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ કરી બી.એમ.આઈ તપાસ કરવામાં આવી હતી તદુપરાંત સ્વસ્થ્ય આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા કાઉન્સેલીંગ કરવા સાથે વિનામુલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. બિન-ચેપી રોગોની તપાસમાં ૧૦૧ જેટલા હાયપરટેન્શન તથા ૭૫ જેટલા ડાયાબિટીસના દર્દીઓ નોંધાયા હતા અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં હાલની સ્થિતીએ વિવિધ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૬૨૦૯૩ જેટલા હાયપરટેન્શનના દર્દીઓ નેશનલ એન.સી.ડી.પોર્ટલમાં નોંધાયેલા છે જેઓને નિયમિત સારવાર પુરી પાડવામાં આવી રહી છે જ્યારે હાય બી.પી.ના નવા કેસો શોધવા માટે ૩૦ વર્ષથી વધુ વયના લોકોનું વધુમાં વધુ સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવી રહ્યુ છે.