નવસારી: સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

જમીન મહેસૂલ કાયદા હેઠળ અને અન્ય નોટીસો વારંવાર આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર લીધી ન હતી. જેથી પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડયુટી, નિયત વ્યાજ, સરચાર્જ મળી જે રકમ થાય તે રકમ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યુ છે. અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ-૧૫૨, ૧૫૪, મુજબ સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લઈ જાહેર હરાજીથી સ્ટેમ્પ ડયુટીની રકમ વસૂલા કરવામાં આવશે, કલમ-૧૫૫ મુજબ સ્થાવર મિલકત ટાંચમાં લઈ જાહેર હરાજીથી સ્ટેમ્પ ડયુટીની રકમ વસૂલ કરવામાં આવશે તથા કલમ-૧૫૭ અન્વયે બાકી દેણદારની ગીરફતારી અને અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ નવસારી નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે


