BANASKANTHAPALANPUR

સહકારિતા દિન નિમિત્તે દેશના સહકારીતા મંત્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સાથે કરી બેઠક

થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું

સહકારિતામંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઈક્રો ATM રૂપે કાર્ડ વિતરણ કરાયા

(માહિતી બ્યુરો, પાલનપુર)

દેશમાં આજે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠાના સહકારીતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે  ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઈક્રો ATM રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ, પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેન્ક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચૅયરમેન શ્રી શંકરભાઇ ચૌધરી, રાજ્યના સહકારીતા મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય સર્વશ્રીઓ કેશાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી,

કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, કચ્છ ભુજ રેન્જ આઈ.જી શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, સંગઠન જિલ્લા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેયરમેનશ્રી સવશીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!