
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
લોકસભામાં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનને લઇ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
લોકસભામાં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનને લઇ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોડાસા બસપોર્ટ ખાતે કોંગી કાર્યકરો એ નિવેદન ને લઇ વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસ અગ્રણીઓની અમિત શાહના રાજીનામાંની માગ કરી જેમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણીનો આક્ષેપ કરવામા આવ્યો છે અરવલ્લીમાં ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના 50 થી વધુ કાર્યકારો મહિલાઓ ની પોલિસે કરી અટકાયત કરી જિલ્લા પ્રમુખ,પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો ધરણા પ્રદર્શન માં જોડાયા હતા અને સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો




