વડગામ તાલુકાના પાંચડા ખાતે પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત જન જાગૃતિની રેલી યોજવામાં આવેલ
7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
“રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ મુક્ત ગામ કાર્યક્ર્મ” અંતર્ગત રેલીનું પ્રસ્થાન ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી (પાંચડા), રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌધરી, ગ્રામ્ય આગેવાન થી પીતાંબરભાઈ પરમાર વગેરે અગ્રણીઓએ લીલી ઝંડી દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.તા.૫. ઓક્ટોબર ૨૦૨૪ ના તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TFYC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ બનાસકાંઠા દ્વારાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વડગામના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત ગામ અંતર્ગત” આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ.જેમાં ગામ તમાકુ મુક્ત બને, તમાકુ સ્મોક ફ્રી વિલેજ બને તે માટે ગામમાં રેલી કરી અને તમાકુ ન ખાય એ વિશેના સૂત્રોચાર કરવામાં આવ્યા. ગામ લોકોને તમાકુથી થતા નુકશાન અંગે માહિતગાર કરી કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એલ.એ.નાઇ, મેડિકલ ઓફિસરશ્રી પાંચડા ડો. આશિષભાઈ રાઠોડ , મ.પ.હે.સુ. શ્રી દિનેશસિંહ રાજપૂત અને મેલ હેલ્થ વર્કર શ્રી રજનીભાઇ કટારીયાએ સફળ આયોજન અને સફળ સંચાલન કરેલ હતું. જેમાં પ્રા.આ. કે. ના તમામ સી.એચ.ઓ, મ.પ.હે.વ., ફિ.હે.વ આશા ફેસી., આશા બહેનો હાજર રહેલ. રેલી દરમ્યાન પાંચડા પ્રાથમિક શાળાના બાળકોએ રેલી દરમ્યાન સુત્રોચ્ચાર અને પત્રિકાઓ વિતરણ કરેલ.




