DAHODDHANPURGUJARAT

ધાનપુર તાલુકામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ

તા.૦૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ

ધાનપુર તાલુકાના રૈયાવણ મુખ્ય પ્રાથમિક શાળા, ગાગરડી ફળીયા પ્રાથમિક શાળા તેમજ બાટણપુરા પ્રાથમિક શાળામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત સહિત લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલસેલ અને એચ.આઈ.વી અંગે જનજાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી. પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તારીખ 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમ્યાન હાટ બજાર, શાળા અને કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા તેમજ માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!