BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસ ઊજવણી કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લામાં ૪ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત.

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં વધારો થયો છે વર્ષ ૨૦૧૪માં માત્ર 80 કેન્દ્રો સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં ૧૫,૦૦૦ જેટલા અને ગુજરાતમાં ૭૫૦ જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે.છોટાઉદેપુરમાં તાલુકામાં ૨(બે), પાવીજેતપુરમાં ૧(એક), બોડેલી તાલુકામાં ૧(એક) આમ કુલ ૪ (ચાર) જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે.
કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનામાં જન ઔષધિ દિવસની ઉજવણી છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” લોકોના માટે આશીર્વાદરૂપ સાબીત થઈ રહી છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




