
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી રહેલી વેરાની રકમ વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકા હદમાં આવેલા વાણિજ્યિક તેમજ રહેણાંક વિસ્તારોના બાકીદારો પાસેથી વેરાની રકમ તાત્કાલિક વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બાકી રકમની ચુકવણી ન કરનાર દરેક મિલકત માલિક વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવી રહ્યાં છે , જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અમુક બાકીદારો પર કાર્યવાહી થઈ છે. આમાં મિલકત પર તાળાં મારવાની, તેમજ જળ પુરવઠા અને ડ્રેનેજ વ્યવસ્થા જેવી મૂળભૂત સેવાઓ બંધ કરવાની કાર્યવાહીનો સમાવેશ પણ આવનાર સમયમાં કરવામાં આવી શકે છે.
મહાનગરપાલિકાની તમામ નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે, જેની પાસે કોઈ પણ પ્રકારની વેરા બાકી છે, તેઓએ તુરંત જ સંબંધિત વેરા કાર્યાલયમાં સંપર્ક કરી રકમ ચુકવી દેવી. આ પગલું નાગરિકોના હિતમાં છે, જેથી તેમને કોઈ પણ પ્રકારની અસુવિધા અથવા કાર્યવાહીનો સામનો કરવો ન પડે.નગર વિકાસ અને સુવિધાઓના સતત સંચાલન માટે સમયસર વેરા ચુકવણી આવશ્યક છે. સહકાર આપવા અનુરોધ કરવા સાથે આપેલ સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે.




