Refresh

This website vatsalyamsamachar.com/gujarat/punja-anandji-high-school-nirona-a-saraswat-run-punja-anandji-high-school/ is currently offline. Cloudflare\'s Always Online™ shows a snapshot of this web page from the Internet Archive\'s Wayback Machine. To check for the live version, click Refresh.

GUJARATKUTCHMANDAVI

SPA ટ્રસ્ટ તથા SGM ફાઉન્ડેશન, મુંબઇના સૌજન્યથી સારસ્વતમ્ ટ્રસ્ટ માંડવી દ્વારા સારસ્વતમ સંચાલિત પુંજા આણંદજી હાઇસ્કૂલ, નિરોણાને રમત-ગમતના સાધનોની ભેંટ અપાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૦ માર્ચ : શ્રી SPA ટ્રસ્ટ તથા શ્રી SGM ફાઉન્ડેશન, મુંબઇના સૌજન્યથી શ્રી સારસ્વતમ્ ટ્રસ્ટ માંડવી-કચ્છ દ્વારા શ્રી સારસ્વતમ સંચાલિત શ્રી પુંજા આણંદજી હાઇસ્કૂલ, નિરોણાને વિધાર્થીઓના સર્વાંગી વિકાસના એક ભાગરુપ શરીરના સમતોલ વિકાસ માટે રમત-ગમતના સાધનોની ભેંટ આપવામાં આવેલ હતી.રમત-ગમતના સાધનોમાં વૉલીબૉલ, ક્રિકેટ બેટિંગ પેડ-ગ્લોવ્ઝ, વૉલીબૉલ નેટ અને અન્ય રમતગમત સાધનો શાળાના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. શાળાની રમતગમત પ્રવૃત્તિઓમાં વિકાસ થશે અને વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળશે, એવુ જણાવતા શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબે ત્રણેય ટ્રસ્ટનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ હતો.

Back to top button
error: Content is protected !!