ધ્રાંગધ્રા તાલુકાની પૌરાણીક વાવ જર્જરીત હાલતમાં, સમારકામ કરાવી હેરીટેજમાં સમાવેશ કરવા માંગણી

તા.06/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આશરે 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ જર્જરિત હાલતમાં છે સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વાવના સમારકામ અને તેને પુરાતત્વ વિભાગ દ્વારા હેરિટેજમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી રહી છે ગ્રામજનોની માન્યતા અનુસાર આ વાવ જેગડવા ગામના વસવાટ કરતાં પણ જૂની છે વાવમાં માત્રી માતાજીનું મંદિર હોવાથી તેનું નામ `માત્રી વાવ’ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત, વાવમાં બ્રહ્મ સમાજના સુરાપુરા દાદાનું પણ સ્થાનક આવેલું છે જેથી આ સ્થળને પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે વાવમાં આશરે બે મહિના સુધી પાણી યથાવત રહે છે વર્તમાન સમયમાં આ પૌરાણિક વાવની સ્થિતિ અત્યંત દયનીય છે વાવમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે જેના કારણે તેનું બાંધકામ જર્જરિત થઈ ગયું છે અગાઉ ગ્રામજનો દ્વારા લોકફાળાથી વાવની સફાઈ કરવામાં આવી હતી પરંતુ ફરીથી ઝાડી-ઝાંખરા ઉગી નીકળતા હવે સફાઈ કરવી જોખમી બની ગઈ છે ગામના આગેવાન સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને આ વાવ સાથે ઊંડી આસ્થા જોડાયેલી છે તેમણે પુરાતત્વ વિભાગને વાવને પોતાના હસ્તક લઈને સમારકામ કરવા વિનંતી કરી છે જેથી તે હેરિટેજ તરીકે જળવાઈ રહે. અન્યથા આગામી સમયમાં આ પૌરાણિક `માત્રી વાવ’ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ સીમિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.




