GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના હિંમતપુરા પ્રાથમિક શાળાના આચાર્ય પુષ્પાબેન કોન્ટ્રાકટર વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો
તારીખ ૨૯/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના હિંમતપુરા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિને કારણે આચાર્ય પુષ્પાબેન રાજુભાઈ કોન્ટ્રાક્ટર નિવૃત્તિનો ભવ્ય ભાવભીની વિદાય આપવામાં આવી હતી છેલ્લા કેટલાય વર્ષોથી હિંમતપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક અને ત્યારબાદ આચાર્ય તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન ને જ્યારે વિદાય આપવામાં આવી ત્યારે બાળકો પણ ભાવવિભોર થઇ રડી પડ્યા હતા જ્યાં શિક્ષક ગણ દ્વારા નિવૃત્તિ નું સારું જીવન જીવીને સારું આરોગ્ય રહે તેવી શુભેચ્છાઓ સાથે વિદાય પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જેમાં તેમના કુટુંબીજનો પણ હાજર રહ્યા હતા.