
નરેશપરમાર.કરજણ-
પોલીસે 1.83 લાખનો દારૂ તેમજ બે કાર સહિત કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જીએનએફસી પ્લાન્ટ પાસે પાર્કિંગમાં વિદેશીદારૂનું કટિંગ કરતાં બે ઝડપાયાં : ત્રણ વોન્ટેડ
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોલાવ જીઆઇડીસી વિસ્તામાં આવેલાં જીએનએફસી પ્લાન્ટની બહાર પાર્કિંગમાં વાગરાના રહાડ ગામનો ઇમરાન પટેલ તેની સ્વિફ્ટ કારમાં વિદેશીદારૂ લાવી અન્ય બુટલેગરને દારુનું કટિંગ કરનાર છે, જેના પગલે ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સ્વિફ્ટ કાર આવ્યાં બાદ સફેદ કલરની ઓરા કાર આવતાં બે જણાં એક કારમાંથી બીજી કારમાં મિણીયા થેલા મુકતાં હોવાનું જણતા ટીમે દોડી જઈ બન્નેને ઝડપી પાડતાં તેમના નામ ઇમરાન મહોંમદ પટેલ (રહે. રહાડ, વાગરા) તેમજ હર્ષદ કાંતિલાલ વાળંદ (રહે. નરનારાયણ બંગ્લોઝ, ભોલાવ) હોવાનું માલુમ પડયું હતું. પ્રાથમિક પુછપરછમાં ઇમરાને કબુલ્યું હતું કે, તેણે સુરતના કિમ ખાતથી લખનલાલ નામના શખ્સ પાસેથી વેચાણથી લાવ્યો છે. જે દારૂ તે હર્ષદ કાંતિલાલ વાળંદ સહિત નવી વસાહત ખાતે રહેતી મીનાક્ષી ઇન્દ્રવદન મહેતા તેમજ ધોળીકુઇ વિસ્તારમાં રહેતાં મહેન્દ્ર ઉર્ફે ટેલરને વેચાણથી આપવાનો હતો. પોલીસે તેમની પાસેથી કુલ 1.83 લાખનો દારૂ તેમજ 15 હજારના બે મોબાઇલ તેમજ બે કાર મળી કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



