GUJARATMULISURENDRANAGAR

મુળીના ખેડૂત આગેવાનો ને કરવામાં આવ્યા નજર કેદ

ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે - રામકુભાઇ કરપડા

તા.03/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુખ્યમંત્રીના આવતીકાલ ના ખાતમુર્હુત કાર્યક્રમને લ‌ઈને નજર કેદ

સુરેન્દ્રનગર મુકામે મુખ્યમંત્રી હસ્તે મુળી વઢવાણ ધાંગધ્રાના ગામોને જે ૪૫ ગામોને પાઈપ લાઈનથી પાણી આપવાની આશરે ૪૧૭ કરોડની યોજનાનું ખાતમુર્હુત કાર્યક્રમ મુખ્યમંત્રી હસ્તે આવતી કાલે છે તેમાં મુળી તાલુકાનાં ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવેલ છે અને આ લોલીપોપ સમાન યોજના છે જેને આજદિન સુધી નાણાંકીય મંજુરી પણ મળી નથી તેમ છતાં ખેડૂતોને છેતરવાની અને મત લેવા માટે ખોટી રીતે ખાતમુર્હુત કાર્યક્રમના તાયફા કરવામાં આવે છે ત્યારે આજ સવારથી જ ખેડૂત આગેવાનોને નજરકેદ શા માટે કરવામાં આવે છે? કારણકે આ લોલીપોપ યોજનાનું આ ખેડૂત આગેવાનો દ્વારા પર્દાફાશ કરવામાં આવેલ છે માટે આવતી કાલે આ કાર્યક્રમમાં ખેડૂતો હાજર નહીં રહેવા ખેડૂત સંગઠન દ્વારા અપીલ કરવામાં આવેલ છે આજે સુરેન્દ્રનગર જિલ્લા કીસાન કોંગ્રેસ ચેરમેન અને ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાના નિવાસ સ્થાને પોલીસ ખડકી દેવામાં આવી હતી અને તેઓને નજરકેદ કરવામાં આવતા ખેડૂતો માં રોષ ફાટી નિકળ્યો છે અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ આ ગુજરાત સરકાર દ્વારા થ‌ઈ રહ્યાનો આક્ષેપ ખેડૂતોએ કરેલ હતો કારણ કે આ લોલીપોપ સમાન યોજનાની જાહેરાત કોઈ નાણાંકીય મંજુરી આપી નથી કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી કોઈ કોન્ટ્રાક્ટ કે કંપનીને કામ આપવામાં આવેલ નથી તેમ છતાં ખાતમુર્હુત કાર્યક્રમ મુખ્યમંત્રી હસ્તે આવતી કાલે યોજાવાનો છે તે લોલીપોપ સમાન જાહેરાત છે ફકત ખેડૂતો ના લોકસભાની ચુંટણીમાં મત લેવા માટે જ ખાતમુર્હુતના તાયફા થ‌ઈ રહ્યા છે તેમ રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું અને જયારે જયારે વિરોધ આ સરકારનો અને કામગીરીનો થાય છે ત્યારે પોલીસને આગળ ધરી અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે માટે ખેડૂતો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરશે અને મુખ્યમંત્રીના કાર્યક્મમાં હાજર નહીં રહે અને તમામ એસ.ટી. બસો ગામડા ઓમાંથી ખાલી ખમ્મ પરત સુરેન્દ્રનગર જશે ખેડૂતો ની તાકાત આવતીકાલે જોવા મળશે તેમ જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!