અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મોતીપુરા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા – સિંચાઈ વિભાગ સામે આક્ષેપો, કેનાલ નીચે પાણીના નિકાલની જગ્યા જ બંધ હાલતમાં
મોડાસા તાલુકાના મોતીપુરા ગામમાંથી અહેવાલ મળી રહ્યો છે કે વધુ વરસાદ દરમ્યાન ગામમાં વરસાદી પાણી ઘૂસતાં ગ્રામજનોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ, સિંચાઈ વિભાગની ગોરબેદકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. દાવો કરવામાં આવ્યો છે કે કેનાલનું સમયસર સમારકામ કરવામાં ન આવતાં, વરસાદી પાણી ગામની અંદર પ્રવેશી ગયા છે.દર વર્ષે સમાન સમસ્યા સર્જાતી હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, એવી પણ લોકોમાં ગુસ્સાની લાગણી જોવા મળી છે. પાણી ના યોગ્ય નિકાલ માટે જે જગ્યા હતી તે માટી થી બંધ થઇ જતા પાણી ગામમાં ઘુસ્યા હોવાના દાવા થઇ રહ્યા છે જેને લઇ સિંચાઈ વિભાગની કેનાલની કામગીરી સામે રોષ ફેલાઈ રહ્યો છે