આણંદ – અલાના ના પ્રાથમિક – માધ્યમિક શાળા ની રજત જયંતી ની ઉજવણી કરવામાં આવી

આણંદ – અલાના ના પ્રાથમિક – માધ્યમિક શાળા ની રજત જયંતી ની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 07/07/2025 – અલાના સાર્વજનિક ટ્રસ્ટની રજત જયંતીના પ્રસંગે તા. 5 જુલાઇ, 2025ના રોજ આણંદના ધીરજલાલ શાહ ટાઉનહોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આણંદ જાગૃત મહિલા સંગઠનના અધ્યક્ષ ડૉ. આશાબેન દલાલે સાંભળ્યું હતું. આ પ્રસંગે વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના ડૉ. હસીન અઘાડી, મુદસ્સર પટેલ મુંબઈથી પધાર્યા હતા જ્યારે શરીફભાઈ મેમન તેમજ ઇકરામ મેમન અમદાવાદથી પધાર્યા હતા અને મુંબઈના શેરબાનુ ગુલ્લર પણ વિશેષ પધાર્યા હતા. નાગપુરથી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનીસ એહમદ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પધાર્યા હતા. અન્ય આમંત્રિતોમાં જૂનાગઢથી ઈમત્યાજ પઠાણ, મોડાસાથી ડૉ. ઇફ્તિખર મલેક, વડોદરાથી ફિરોઝભાઈ મેમન, નડિયાદથી ડૉ. મોઇન ગોપાલની, અમદાવાદથી રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. અલીમામદ માલાની, આણંદના એમ. જી. ગુજરાતી, પ્રો. અબ્દુલ વાહિદ હાસમાણી, જાવેદભાઈ રાખડીવાળા સોજીત્રાથી જાવેદભાઈ વોહરા વગેરેએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેક્રેટરી અશરફભાઈ મેમને પધારેલા સર્વ આમંત્રિતોનું સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો, મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભમાં શમા મેમને પ્રેઝન્ટેશન દ્વારા સંસ્થાના પચીસ વર્ષની ઝાંખી કરાવી હતી. મહેમાનોએ પોતાના પ્રવચનોમાં સંસ્થાના કર્યો અને પ્રગતિને બિરદાવ્યા હતા અને ઉજ્જ્વળ ભવિષ્યની કામના સાથે તેમનો સહકાર મળી રહેશે તેવી ખાતરી આપી હતી. સંસ્થાના ભવિષ્યના કાર્યો માટે જરૂરી નાણાંકીય મદદની પણ જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી ડૉ. આશાબેને ટ્રસ્ટના સંચાલિકા રોશનબેન મેમણની આ સિધ્ધિ માટે સરાહના કરી હતી અને આવા સુંદર કાર્યક્રમ માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટ સંચાલિત અલાના શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ તથા પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાસારો દેખાવ કરનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો, વાલીઓ, પ્રતિષ્ઠિત નાગરિકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી શાળા અને સંસ્થાના વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો દ્વારા અથાક પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય અઝીઝાબેન વહોરાએ કર્યું હતું.




