GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા નું ગૌરવ. કાલોલના રાજેશભાઇ પંચાલ ને શ્રેષ્ઠ યોગ કોઓર્ડિનેટર નો રાજ્ય નો પ્રથમ કક્ષા નો એવોર્ડ મંત્રીનાં હસ્તે એનાયત.

 

તારીખ ૨૮/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ના હાલોલ ખાતે વી.એમ. હાઈસ્કુલ માં જીલ્લા નો ૭૭ મો પ્રજાસતાક દિવસ ની ઊજવણી મંત્રી ડૉ. રમેશભાઈ ગામીત ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જીલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં પોલીસ પરેડ, વિવિધ કચરી ધ્વારા ટેબ્લો પ્રદર્શન, સ્કુલ ના વિધાર્થી ઓ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા રજુ કરવામાં આવ્યા તથા રાજ્ય અને જીલ્લા કક્ષા એ વિવિધ ક્ષેત્રે માં એવોર્ડ પ્રાપ્ત વિજેતા ઓ નું માનનીય મંત્રી ડૉ. રમેશભાઈ ગામીત ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ખાતે ઝોન કોર્ડિનેટર તરીકે ની સેવા જવાબદારી નિભાવતા, કાલોલ ના વતની રાજેશભાઈ વાડીલાલ પંચાલ ને તેઓ એ  ધ્વારા ગુજરાત રાજ્ય માં કરેલી ઉત્કૃષ્ટ યોગ સેવા બદલ વર્ષ ૨૦૨૪-૨૫ ના શ્રેષ્ઠ યોગ કોઓર્ડિનેટર નો રાજ્ય નો પ્રથમ કક્ષા નો એવોર્ડ મેળવેલ છે. જે બદલ જીલ્લા વહીવટી તંત્ર પંચમહાલ ધ્વારા માનનીય મંત્રી  ડૉ. રમેશભાઈ ગામીત ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું. જે બદલ કાલોલ તથા પંચમહાલ જીલ્લા ના યોગ સાધકો, યોગ પ્રેમીઓ ગર્વ, ગૌરવ સાથે આનંદ ની લાગણી અનુભવે છે.

Back to top button
error: Content is protected !!