GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘વર્લ્ડ એન્ટિમાઇક્રોબિયલ અવેરનેસ વીક’ અંતર્ગત ૨૩ મી એ પરિસંવાદ અને રેલી યોજાશે

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગઠિત વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા પ્રતિ વર્ષ તા. ૮ થી ૨૪ નવેમ્બર દરમ્યાન વર્લ્ડ એન્ટિમાઇક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. જેમાં એન્ટિમાઇક્રોબિયલ્સ વિશે જાગૃતિ ફેલાવી તેના જવાબદારીપૂર્વકના ઉપયોગ અંગે જન સામાન્યને માહિતગાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા રેલી તેમજ અન્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૩ નવેમ્બરના રોજ તજજ્ઞ ટીમ દ્વારા પરિસંવાદ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આઈ.એમ.એ. સંલગ્ન ડોક્ટર્સ તેમજ સંસ્થાઓ અને લોકો જોડાશે તેમ સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી હર્ષદ દુસરાએ જણાવ્યું છે.



