વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૪ ઓગસ્ટ : “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” તેમજ “મારા સપનાનુ ભારત”, થીમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરુપ સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ-નિરોણા મધ્યે ત્રિદિવસીય છ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમા ધો. ૯ થી ૧૨ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ તેમજ ઉમંગભેર ભાગ લીધેલ હતો. પ્રથમ દિવસે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા, બીજા દિવસે દેશભક્તિના ગીતો અને “મારા સપનાનુ ભારત”, વિષય પર વક્તૃત્વ સ્પર્ધા અને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને એટલે ત્રીજા દિવસે તિરંગા થીમ પર રંગોળી તેમજ ક્રાફ્ટ સ્પર્ધાઓ યોજાઈ હતી. નિબંધ સ્પર્ધામાં ૬૫ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ ક્રમે ભાનુશાલી વંશી (ધો.૧૦), બીજા ક્રમે ગામોટ ક્રિષ્ના (ધો.૧૨) અને ત્રીજા ક્રમે ભાનુશાલી પાર્થ (ધો.૧૧) રહેલ હતા. ચિત્ર સ્પર્ધામાં ૩૮ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમા પ્રથમ ક્રમે દામા વંશીકા (ધો.૧૦), બીજા ક્રમે આહિર દિવ્યા (ધો.૯) અને મહેશ્વરી રિદ્ધિ (ધો.૧૧) અને ત્રીજા ક્રમે પટેલ જાનવી (ધો.૧૨) રહેલ હતા. વક્તૃત્વ સ્પર્ધામાં ૮ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમા પ્રથમ ક્રમે સોરા ખતુબાઇ (ધો.૧૧), બીજા ક્રમે ગરવા કંચન (ધો.૧૧) અને ત્રીજા ક્રમે પઠાણ હાજીયાણી (ધો.૧૨) રહેલ હતા. દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ આહિર નિલમ (ધો.૧૨), બીજા ક્રમે આહિર અંકિતા (ધો.૧૧) અને ત્રીજા ક્રમે સોઢા રિદ્ધિબા (ધો. ૯) રહેલ હતા. ક્રાફ્ટ સ્પર્ધામાં પ્રથમ પટેલ જાનવી (ધો.૧૨), બીજા ક્રમે ભાનુશાલી વંશી (ધો.૧૦) અને ત્રીજા સ્થાન પર નઝાર નિરાલી (ધો.૧૨) રહેલ હતા. રંગોળી સ્પર્ધામાં અનુક્રમે ધો.૧૧, ધો. ૧૦ તેમજ ધો.૯ ની ટીમ વિજેતા થયેલ હતી. શાળાના શિક્ષકો બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની, આશાબેન પટેલ, કિશનભાઇ પટેલ, અલ્પાબેન ગોસ્વામી, રમેશભાઈ ડાભી તેમજ ભૂમિબેન વોરા દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવામાં આવેલ હતી. તમામ સ્પર્ધાઓના અંતે પ્રાર્થના સભામાં આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ દ્વારા તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ અને વિજેતાઓને જીત મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.