Rajkot: રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ઓસમ પર્વત પર ૧૪ થી ૧૮ વર્ષનાં જુનિયર ભાઈઓ-બહેનો માટે આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાનારી સ્પર્ધા

તા.૨૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજયકક્ષા છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા:૨૦૨૫-૨૬ નું આયોજન તા.૦૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ ઓસમ પર્વત, પાટણવાવ, ધોરાજી ખાતે કરવામાં આવ્યું છે.
રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ ગ્રામ્ય સંચાલિત આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનો એમ બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોએ તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ બપોર પછી ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધીમાં જૈન ધર્મશાળા,પાટણવાવ,તા.ધોરાજી ખાતે કાર્યાલય પર પોતાનું રિપોર્ટીંગ કરાવવાનું રહેશે.
સ્પર્ધા તા.૦૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ ઓસમ પર્વત તળેટી થી સવારે ૦૭:૦૦ કલાકે ભાઈઓ તેમજ સવારે ૦૭:૩૦ કલાકે બહેનો માટે શરૂ કરવામાં આવશે. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો (ભાઈઓ-બહેનો)ને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.


