GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની વિરાણી સ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધા અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જાતી આધારિત ઓછું મતદાન ધરાવતા વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના તરઘડીયા ગામે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટની શ્રી કડવીબાઈ વિરાણી સ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ચિત્ર સ્પર્ધા અને મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની રંગબેરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દ્વારા કરી હતી. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વધુમાં વિદ્યાર્થીનીઓ ૭ મેના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી અને મતદાતા શપથ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ સ્કીટ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે સુનિશ્ચિત કરવા ભવિષ્યના મતદાતાઓને જાગ્રત કરવાના દુરંદેશી અભિગમથી ચૂંટણી પંચની પ્રેરણાથી શાળાના બાળકો માટે આવા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

‘કોઈ મતદાર છૂટે નહિ’ સુત્રને સાર્થક કરવા અને સર્વસમાવેશી મતદાન થાય તે માટે રાજકોટ સંસદીય મતવિસ્તાર અંતર્ગત વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના પુરૂષ મતદારો અને સ્ત્રી મતદારોના મતદાનમાં ૧૦% થી વઘારે તફાવતવાળા રાજકોટ તાલુકાના તરઘડીયા ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજૂતી આપીને અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ તકે ગામની મહિલાઓ મતદાન કરવા માટે પ્રતિબદ્ધ થઇ હતી. કપાળ પર બિંદીની જેમ મતદાનનું આંગળી પરનું શાહીનું નિશાન પણ સ્ત્રીની શોભા છે તેવા અભિગમથી મહિલા મતદારોની ભાગીદારી વઘે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!