GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના અવસરને દીપાવવા સ્તુત્ય પ્રયાસો કરતું ચૂંટણી તંત્ર

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મતદાનમાં સ્ત્રીઓ પુરુષોની સાથે કદમતાલ મિલાવે, તેવા ઉમદા ઉદેશથી મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના નેતૃત્વમાં અને સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે વિવિધ ક્ષેત્રોની જેમ મતદાનમાં પણ સ્ત્રીઓ પુરુષોની સાથે કદમતાલ મિલાવે, તેવા ઉમદા ઉદેશથી મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરાઈ રહી છે.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના સૂચનો પ્રમાણે રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ અને લોધીકા તાલુકાના ખાંભા ગામ ખાતે ગત વિધાનસભામાં પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારોનું મતદાન ઓછું થયું હોવાથી મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને મતદાનની પ્રક્રિયા સમજાવીને અચૂક મતદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

૭૨ – જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાના માર્ગદર્શન પ્રમાણે શહેરી વિસ્તાર તેમજ લોહિયાનગર અને વડલાવાડી ગામોમાં આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓને કુટુંબ સાથે અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કરાયો હતો. તથા અવશ્ય મતદાનના શપથ ગ્રહણ કરાયા હતાં.

૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખિયાના વડપણ હેઠળ ધોરાજી તાલુકામાં સ્ત્રી અને પુરુષ વોટર ટર્નઆઉટ રેશિયોના ૧૦% તફાવત તથા ૫૦%થી ઓછું મતદાન ધરાવતા ભાગ નં. ૧૬૨, ૧૬૮, ૨૦૬, ૨૪૯ મોટી પરબડી અને ૨૫૨ વાડોદરના બૂથ લેવલ ઓફિસરશ્રી એ મતદાન આમંત્રણ પત્રિકા અને ચૂંટણી વિષયક પેમ્ફલેટનું ઘરે-ઘરે જઈને વિતરણ કરીને મતદાન વિશેની સમજૂતી આપી હતી. તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અપીલ કરી હતી.

આ ઉપરાંત, રાજકોટ શહેરમાં આવેલા મોટા મેડીકલ સ્ટોર્સમાં દવાઓમાં રેપર પર લગાવવા માટે મતદાન પ્રત્યે જાગૃત કરતાં સ્ટીકર્સનું વિતરણ કરાયું હતું. આ સ્ટીકરમાં ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્ર સાથે તા. ૭ મેના અચૂક મતદાન કરવાનો સંદેશો અપાયો છે. આમ, ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના અવસરને દીપાવવા ચૂંટણી તંત્ર સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!